The Alchemist Book written by Paulo Coelho is very interesting book to read. Paulo Coelho is a Brazilian lyricist and novelist. The novel shows the journey of Santiago, the main character of the novel. How he started the journey to find his dream and to fulfill the dream how much he was suffered !
મેં આ બુક નું ગુજરાતી અનુવાદ વાચ્યું છે, જેના અનુવાદક છે સુધા મહેતા.
બુક ની અંદર શું છે એ જાણતા પહેલા બુક ના શીર્ષક નો શો અર્થ થાય છે એ સમજીએ (જે બુક માં આપેલ છે).
નોવેલની શરુઆત થાય છે સાન્તિયેગો નામના છોકરા થી. એ વાત કરે છે એના સ્વપ્ન ની. જેમાં એક બાળકી તેને પિરામિડ પાસે ખજાનો બતાવવા જતી હતી ત્યારે જ તેની આંખ ખુલી ગયેલી. બે વખત આ જ સપનું આવેલું ! સાન્તિયેગો આ સ્વપ્ન ને સાકાર કરવા માટે નીકળી પડે છે. જેની આખી સફર ની વાત આ નોવેલ માં કરેલી છે.
સ્વપ્નમાં જોયેલા એ પિરામિડ અને એ ખજાનાની શોધમાં તે પોતાના વતનથી નીકળી જાય છે. પિરામિડ સુધી પોહચતાં રસ્તા માં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તે મુકાય છે અને એમાંથી બહાર પણ નિકળે છે. એ જ તો ખરું જીવન છે. તમારા સ્વપ્ન ને પામવા માટે તમારે ખરાબ અને સારી બંને પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે અને તમારા સ્વપ્ન ને વળગી રહેવું પડે છે.
લેખક આ નોવેલ દ્વારા એ જ સંદેશો આપે છે કે તમે સપના જુઓ, તેના અવરોધોનો સામનો કરો, સપના ને સાચા બનાવો. જ્યારે આપણે સપના જોઈએ છીએ એ પહેલા જ આ સમાજ, પરિવાર, વાતાવરણ તમારા મનમાં એક પૂર્વગ્રંથિ બાંધી દેય છે કે તમે એ નહિ કરી શકો. એમને અવગણી ને આપડે સપના જોઈએ ત્યારે એમની વાત ન માન્યા નું દુઃખ પણ લાગે છે. પણ જે લોકો આપડું હૃદયપૂર્વક હિત ઈચ્છતા હોય તેઓ આપણે સુખી થઈએ એવું જ ઈચ્છતા હોય છે. હવે જે માર્ગ આપને અપનાવ્યો છે એમાં સફળતા મળશે જ એ જરૂરી નથી. તમારે પરાજયો નો પણ સામનો કરવો પડશે અને એમાંથી જ શીખવાનું છે કે તમારી ભૂલ ક્યાં હતી, જેથી તમે ફરી એ ભૂલ ન કરો.
એક બીજી મજાની વાત જે પુસ્તક માં વારંવાર લેખક કહે છે, એ કે
જ્યારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ
ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.
આ કેટલું સાચું છે એ તો મને નથી ખબર, પણ હું એટલું જાણું છું કે જો તમે મનથી નક્કી કરો છો કઈક કરવાનું તો તમારી આસપાસ એક હકારાત્મક વાતાવરણ સર્જાય છે. અને શાયદ એ જ તમને મદદ કરે છે તમને તમારા સપના પુરા કરવામાં. તમારી એ જર્ની માં તમે શું શું શીખ્યા છો, અને એ શિખ ને તમે કેવી રીતે અનુસરો છે એ ખૂબ મહત્વનું છે. હા, અંતમાં તો તમે તમારા સપના સુધી પોહચવાના જ ! હવે સાન્તિયેગો નું શું થયું ? રણ માં એ શું શું શીખ્યો ? એનું સપનું પૂરું થયું કે ? ખજાનો મળ્યો કે ? આ બધા સવાલો ના જવાબ તો તમે આખી નોવેલ વાચશો તો જ મજા આવશે.
Thank you !!!
No comments:
Post a Comment